View Hymn (Bhajan)
Hymn No. 2377 | Date: 11-Mar-19981998-03-111998-03-11હૈયામાં આ કેવા ખેંચાણ જાગે છે, જેનો અંદાજો ના પહેલા મળે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=haiyamam-a-keva-khenchana-jage-chhe-jeno-andajo-na-pahela-male-chheહૈયામાં આ કેવા ખેંચાણ જાગે છે, જેનો અંદાજો ના પહેલા મળે છે
એક પળમાં તો હજારો ભાવ હૈયામાં જાગે છે, જેનો અંદાજો ના અમને મળે છે
નવા નવા આકર્ષણોમાં હૈયું તો અમારું, ખોવાતું ને ખોવાતું જાય છે
ક્યારેક નવી ઉમંગ તો ક્યારેક થાક, એ તો અમને આપી જાય છે
હૈયાની હાલતની શું વાત કરવી કે, પળ પહેલા હાલત એની બદલાઈ જાય છે
શું સમજવું ને શું કહેવું કે, મૂંઝવણમાંથી જ્યાં મુક્ત ના થવાય છે
ભલભલા પણ આ હૈયાના, ખેલ આગળ રહ્યા લાચાર છે
ખબર પડે તો કરીએ પણ જલદીથી, મળતું નથી દર્દ એ બેઇલાજ છે
રાખવી તૈયારી કેમ ને કેવી રીતે કે, દીશાનો ના ખ્યાલ આવે છે
કરવું તો શું કરવું, શું ના કરવું, જાગે જ્યારે દિલમાં ખેંચાણ, ત્યારે બધું ભૂલી જવાય છે
હૈયામાં આ કેવા ખેંચાણ જાગે છે, જેનો અંદાજો ના પહેલા મળે છે