View Hymn (Bhajan)
Hymn No. 1240 | Date: 28-Apr-19951995-04-281995-04-28સમજવા છતાં પણ કાંઈ જ્યાં સમજાય ના, કાર્ય પૂરું ત્યાં થાય નાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samajava-chhatam-pana-kami-jyam-samajaya-na-karya-purum-tyam-thaya-naસમજવા છતાં પણ કાંઈ જ્યાં સમજાય ના, કાર્ય પૂરું ત્યાં થાય ના
રહે જ્યાં અધૂરું ને અધૂરું કાર્ય, મંજિલે ત્યાં સુધી પહોંચાય ના
લાગી જાય જો વાર મંજિલે પહોંચતા તો, ધીરજ હૈયે ધરાય ના
ખૂટતા ધીરજ હૈયેથી રે, વિશ્વાસથી એ કાર્ય થાય ના
ખૂટે જ્યાં વિશ્વાસ કાર્યમાં, ત્યાં એ કાર્ય કદી પૂરું થાય ના
હોય જાણ ખુદની ખુદને, તોય સ્વીકાર એનો તો જલદી થાય ના
થાય જો સ્વીકાર પ્રભુ પાસે એનો તો, નૈયા મઝધારે અટવાય ના
હોય જો શ્વાસમાં વિશ્વાસ તો કાર્ય કદીએનુ અધૂરૂ રહે ના
સાચી સમજ જ્યાં સુધી, થાય ના કાર્ય પૂરું થાય ના
અધકચરી સમજને જો ગણે કોઈ સાચી સમજ, જોઇતું પરિણામ આવે ના
સમજવા છતાં પણ કાંઈ જ્યાં સમજાય ના, કાર્ય પૂરું ત્યાં થાય ના