View Hymn (Bhajan)
Hymn No. 4158 | Date: 04-Jul-20012001-07-042001-07-04પ્રભુ નયનોથી સમાજો હૈયામાં ધીરે ધીરેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-nayanothi-samajo-haiyamam-dhire-dhireપ્રભુ નયનોથી સમાજો હૈયામાં ધીરે ધીરે,
આવજો તમે આવજો હૈયાના તીરે તીરે,
આવજો પ્રભુ મારા સ્વપ્નમાં પણ તમે ધીરે ધીરે,
ચોરાવજો મારી આંખોમાંથી નીંદ તમે ધીરે ધીરે,
મળજો પ્રભુ અમને આવીને યમુનાના તીરે તીરે,
નવડાવશું અમે તમને અખીયું ના ઉના ઉના નીરે નીરે,
બનાવજો બેચેન અમને ચોરાવજો ચેન ધીરે ધીરે,
એકતાના રંગમાં રંગજો અમને તમે ધીરે ધીરે,
સમાઈને અમારા હૈયામાં સમાજો તમે ધીરે ધીરે,
ભૂલીએ ભાન અમારું ચિતડામાં વસજો તમે ધીરે ધીરે.
પ્રભુ નયનોથી સમાજો હૈયામાં ધીરે ધીરે