View Hymn (Bhajan)
Hymn No. 237 | Date: 20-Jul-19931993-07-201993-07-20ખેંચાતી ને ખેંચાતી જાઉં પ્રભુ, હું ખેંચાતી ને ખેંચાતી જાઉંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khenchati-ne-khenchati-jaum-prabhu-hum-khenchati-ne-khenchati-jaumખેંચાતી ને ખેંચાતી જાઉં પ્રભુ, હું ખેંચાતી ને ખેંચાતી જાઉં,
દેખાય ના કોઈ ડોર તો પણ, બંધનમાં બંધાતી હું તો …..
દુઃખદર્દનું સ્મરણ ભુલતી જાઉં, તારી તરફ ખેંચાતી ને ખેંચાતી જાઉં
બંધાઈ ના શકું બીજા બંધનમાં, તારી ડોરથી ખેંચાતી ને ખેંચાતી જાઉં
રહી ના શકું તારા વગર રે પ્રભુ, સહી ના શકું જુદાઈ ની એક પળ
મળું તને રોજ હું તો પ્રભુ, તોય વિયોગ તારો ના સહેવાય
ના સમજુ હું, ના કાંઈ જાણું, છે કેવું આ બંધન
ન પામી શકું તને હું, ના પામું છતાં આનંદમાં હું તો ગાઉં
ખેંચાતી ને ખેંચાતી જાઉં પ્રભુ, હું ખેંચાતી ને ખેંચાતી જાઉં