View Hymn (Bhajan)
Hymn No. 1238 | Date: 28-Apr-19951995-04-281995-04-28ખિલાવવું હતું જે પુષ્પ ,ખીલવી એને હું ના શક્યોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khilavavum-hatum-je-pushpa-khilavi-ene-hum-na-shakyoખિલાવવું હતું જે પુષ્પ ,ખીલવી એને હું ના શક્યો
મહેકાવવું હતું જેને સુગંધથી, સદા મહેકાવી એને ના શક્યો
પાયુ પાણી જ્યાં વેર ને વિકારોનું ઠૂંઠું એ બની ગયું
પાઈ પાણી પ્રેમ ને પ્યારનું,ખીલવવું હતું ખીલવી ના શક્યો
જાણે અજાણે પાયું વિષ મેં તો એને એવું કે ઠૂંઠું એ બની ગયું
ના રહી સુગંધ એમાં, ના રહી દુર્ગંધ એમાં, ઠૂંઠું એવું બની ગયું
જીવનનું વૃક્ષ મારું પ્રેમજળ વિના ઠૂંઠું બની ગયું, બની ગયું
પ્રીત ને પ્રેમની સંગ, સંબંધ જ્યાં બાંધી ના શક્યો, જીવન ….
ખીલવાને બદલે પુષ્પ જીવનનું કરમાઈ ગયું, ઠૂંઠું એ બની ગયું
ખિલાવવું હતું જે પુષ્પ ,ખીલવી એને હું ના શક્યો