View Hymn (Bhajan)
Hymn No. 1239 | Date: 28-Apr-19951995-04-281995-04-28સમજી ના શકયો જ્યાં સમયના ઇશારાઓ પસ્તાતો ને પસ્તાતો રહી ગયોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samaji-na-shakayo-jyam-samayana-isharao-pastato-ne-pastato-rahi-gayoસમજી ના શકયો જ્યાં સમયના ઇશારાઓ પસ્તાતો ને પસ્તાતો રહી ગયો
પસ્તાવા શિવાય ના રહ્યું કાંઈ બીજું હાથમાં, પસ્તાવો ને પસ્તાવો રહી ગયો
વહાવ્યા આંસુ એટલા પસ્તાવામાં, કે કાદવમાં એના હું ખૂપી ગયો
ના કરી શક્યો હું બીજું કાંઈ, કાદવમાં ફસાતો ને ફસાતો ગયો
સામર્થ્ય હોવા છતાં લાચાર બની રિબાતો ને રિબાતો રહ્યો
મળ્યું જીવનમાં બધું મને, ઉપયોગ એનું હું ના કરી શકયો
ખોટી આશા ને ખોટી કલ્પનાઓમાં, વાસ્તવિક્તા ભૂલી ગયો
સમજી અમૃત ખુશ થાતાં થાતાં, વિષના પ્યાલા પીતો ગયો
આવ્યો અંજામ જ્યાં, નિરાશ હું થાતો ને થાતો રહ્યો
જિંદગીના આ વનમાં થાક્યો ઘણો, તોય ભટકતો ને ભટક્તો રહ્યો
સમજી ના શકયો જ્યાં સમયના ઇશારાઓ પસ્તાતો ને પસ્તાતો રહી ગયો