View Hymn (Bhajan)
Hymn No. 1237 | Date: 26-Apr-19951995-04-261995-04-26દિલમાં તારા, તારા ખુદા કાજે જ્યાં સાચી મહોબત છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dilamam-tara-tara-khuda-kaje-jyam-sachi-mahobata-chheદિલમાં તારા, તારા ખુદા કાજે જ્યાં સાચી મહોબત છે,
સમજી લે જીવનમાં રે તું ત્યાં તો તું સલામત છે
પ્રભુના હર એક મતમાં તારો એકમત છે, ત્યાં તું સલામત છે
આવે ભલે કયામત જીવનમાં તારા વારંવાર, તોય રહેવાનો તું સલામત છે
ના તું લૂંટાવાનો છે, ના તને કોઈ છેતરી શકાવનું છે
દિલ તારું જ્યાં સાફ છે, ત્યાં તું સલામત છે, ત્યાં તું …
જીવનમાં રે તારા, તારા જ્યાં સાચા ખયાલાત છે, ત્યાં તું …
નથી બેમત કોઈ આ વાતથી, તારી સાથે બધા સંમત છે
ના હોય અગર કોઈ આ વાતથી સંમત, તો એતો એની નાદાનિયત છે
મહોબતની મહેફિલમાં તો તું નેક છે, તું સલામત છે, તું …
દિલમાં તારા, તારા ખુદા કાજે જ્યાં સાચી મહોબત છે