View Hymn (Bhajan)
Hymn No. 1143 | Date: 15-Jan-19951995-01-151995-01-15ખુદ લૂંટાવવા ને બદલે, મને એ તો સદા લૂંટતો રહ્યોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khuda-luntavava-ne-badale-mane-e-to-sada-luntato-rahyoખુદ લૂંટાવવા ને બદલે, મને એ તો સદા લૂંટતો રહ્યો
કર્યો ભરોસો જેના પર તો મેં, મને એ તો ઠગારો બની ઠગતો રહ્યો
જીતેલી બાજીને હારવા પર, મને મજબૂર કરતો રહ્યો
લૂંટારો બનીને મારું ને મારા દિલને લૂંટતો રહ્યો
વાસના ને વિકારોમાં ભળી, સાથ એનો આપતો રહ્યો
ક્યારેક રડાવી, ક્યારેક હસાવી, બદલો એ મારી સાથે લેતો રહ્યો
ના હતું પાસે મારું કાંઈ, સિવાય એની એ વાતથી એ અજાણ્યો રહ્યો
કરું હવે શું ફરિયાદ હું, જ્યાં લૂંટારો મારા અંતરમાં રહ્યો
સુખચેન લૂંટાવવા ને બદલે, અન્યના એ લૂંટતો રહ્યો
મારી મંજિલથી દૂર કરવા, મને એ મજબૂર કરતો રહ્યો
ખુદ લૂંટાવવા ને બદલે, મને એ તો સદા લૂંટતો રહ્યો