View Hymn (Bhajan)
Hymn No. 1144 | Date: 15-Jan-19951995-01-151995-01-15મારી ઇચ્છાઓનું ભૂત જ્યાં, મારા પર સવાર થઈ જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mari-ichchhaonum-bhuta-jyam-mara-para-savara-thai-jaya-chheમારી ઇચ્છાઓનું ભૂત જ્યાં, મારા પર સવાર થઈ જાય છે,
ત્યાં મારા વર્તન પર મનેજ આશ્ચર્ય થાય છે,
ભાવોની ખેંચતાણીમાં, દિલ જ્યાં મજબૂર થઈ જાય છે,
મારા ને મારા વર્તન પર મને, ત્યાં આશ્ચર્ય થાય છે,
બદલાઈ જાય છે વર્તન, બદલાઈ જાય છે જ્યાં મારો વ્યવહાર, ત્યાં આશ્ચર્ય …..
ના કર્યું હોય છે કદી વર્તન એવું, વર્તન જ્યાં થાય છે
કાંઈક ખૂટ્યું છે જીવનમાં, અણસાર એનો ત્યાં મળી જાય છે
કાબૂ બહાર જ્યાં ભાવો ને વિચારો બની જાય છે
કાંઈક અનહોનીને આમંત્રણ, એ તો આપી ત્યારે જાય છે
હોય છે પોતાનું ને પોતાનું વર્તન, તોય પોતાનું ગણવું અઘરું બની જાય છે
મારી ઇચ્છાઓનું ભૂત જ્યાં, મારા પર સવાર થઈ જાય છે