View Hymn (Bhajan)
Hymn No. 4438 | Date: 03-Jan-20152015-01-032015-01-03કોઈ પોતાનું નથી, કોઈ પરાયું નથી, કોઈ કોઈનું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=koi-potanum-nathi-koi-parayum-nathi-koi-koinum-nathiકોઈ પોતાનું નથી, કોઈ પરાયું નથી, કોઈ કોઈનું નથી
આ સત્ય જાણે છે બધા, છતાં આ સત્ય બધાને સમજાતું નથી
દિલ દોડી રહ્યું છે હજી માયા પાછળ, હજી કાંઈ એ પાક્યું નથી
માયાના તાંતણે બંધાયા છે સહુકોઈ, છૂટવું એમાંથી સહેલું નથી
વાતો કરે બધા સત્યની, સત્યને જાણવાની બધાની તૈયારી નથી
યાદો ને ફરિયાદોના બંધનથી, હજી ખુદને મુક્ત કરવું નથી
ગમે છે બધાને હસવું, રડવું તો કોઈને ગમતું નથી
બંધનમાં બંધાઈને મુક્તપણે ઊડવું એ તો શક્ય નથી
તારા-મારાના ભેદને ભેદવા, હજી નિશ્ચય પાકો જાગ્યો નથી
ઊતરે કૃપા તારી પ્રભુ તો સમજાય આ સત્ય, નહીં તો કોઈ કિનારો નથી
કોઈ પોતાનું નથી, કોઈ પરાયું નથી, કોઈ કોઈનું નથી