View Hymn (Bhajan)
Hymn No. 4437 | Date: 03-Jan-20152015-01-032015-01-03તને યાદ કરતાં હજી, નિજ ભાન ખોયું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tane-yada-karatam-haji-nija-bhana-khoyum-nathiતને યાદ કરતાં હજી, નિજ ભાન ખોયું નથી
કેમ કરી કહું, ભક્તિ દિલમાં જાગી છે,
તુજ મુખ જોતાં માડી, હજી મદહોશી છપાઈ નથી
કેમ કરી કહું માડી, પ્રેમ દિલમાં જાગે છે,
અવસ્થાએ અવસ્થાએ રહ્યો અધૂરો
નામસ્મરણમાં હજી મનડું પૂરું ડૂબ્યું નથી,
ક્યાંથી કહું કે પ્રીત તારી સંગ બાંધી છે
એવું તો નથી માડી કે તને, આ વાતની જાણ નથી,
હકીકત મારી તારી આગળ રજૂ કર્યા વિના રહેવું નથી
પમાવું છે તને માડી, અધવચ્ચે પાછું ફરવું નથી.
તને યાદ કરતાં હજી, નિજ ભાન ખોયું નથી