View Hymn (Bhajan)
Hymn No. 1912 | Date: 23-Dec-19961996-12-231996-12-23કોઈની પ્રગતિને તું તારી આંખમાં ખટકવા ના દેતોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=koini-pragatine-tum-tari-ankhamam-khatakava-na-detoકોઈની પ્રગતિને તું તારી આંખમાં ખટકવા ના દેતો
જોઈને અન્યની દશા, તારી દશા તું બગાડી ના દેતો
અન્યની ખુશીમાં ખુશ થવાને બદલે, ખોટી જલનમાં ના જલતો
પ્રેમભાવ જગાવાને બદલે હૈયે, ઈર્ષા જગાવી ના દેતો
ખુદના અહંકારમાં ભાન ભૂલીને, અન્યને દુઃખી ના તું કરતો
સફળતાના દ્વાર સુધી પહોંચવાને બદલે, નિષ્ફળતામાં ના રહેજે તું રમતો
પુરુષાર્થથી બધું પમાય છે, આ મંત્રને તું ભૂલી ના જાતો
કોઈનાં દુઃખદર્દ હળવાં કરવાને બદલે, ગહેરા જખમ તું ના આપતો
અન્યની મંઝિલને તારી મંઝિલ ગણવાની ભૂલ તું ના કરતો
જગાવવું હોય હૈયે તો પ્રભુપ્રેમ જગાવજે, બીજું કાંઈ તું ના જગાવતો
કોઈની પ્રગતિને તું તારી આંખમાં ખટકવા ના દેતો