View Hymn (Bhajan)
Hymn No. 1872 | Date: 20-Nov-19961996-11-201996-11-20કોઈની વાતને પૂરી સમજ્યા ને જાણ્યા વગર કાંઈ કહેવું, એ સમજદારીની વાત નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=koini-vatane-puri-samajya-ne-janya-vagara-kami-kahevum-e-samajadariniકોઈની વાતને પૂરી સમજ્યા ને જાણ્યા વગર કાંઈ કહેવું, એ સમજદારીની વાત નથી
કોઈને વાતે વાતે તોડીને પોતાનો કક્કો ખરો કરાવવો, એ કાંઈ હોશિયારીની વાત નથી
સંજોગો બદલાતા બદલાઈ જાવું, યોગ્ય વર્તન ભૂલવું, એ કાંઈ સ્થિરતાની નિશાની નથી
સુખમાં ખુશ રહેવું ને દુઃખમાં અકળાઈ જાવું, એ કાંઈ સમતાભર્યા વ્યવહારની નિશાની નથી
વિકટ પરિસ્થિતિમાં પ્રભુને યાદ કરવા ને બાકી ભૂલવા, એ કાંઈ ભક્તિની નિશાની નથી
કામકાજ વિના ના કરવા કોઈને યાદ, ના જાવું કોઈની પાસ, એ કાંઈ નિ:સ્વાર્થતાની નિશાની નથી
ના ભૂલવા કોઈના અવગુણને, ના આપવી કોઈને ક્ષમા, એ કાંઈ પ્રેમની નિશાની નથી
કોઈની દુઃખતી રગને દબાવવી ને નબળા પર વાર કરવો, એ કાંઈ શૂરવીરતાની નિશાની નથી
શંકાઓ ને શંકાઓ જગાવી હૈયે સતત શંકાશીલ રહેવું, એ કાંઈ વિશ્વાસની નિશાની નથી
કોઈને અપનાવવા ને કોઈને ધૂતકારવા, એ કાંઈ પ્રભુતાને પામવાની નિશાની નથી
કોઈની વાતને પૂરી સમજ્યા ને જાણ્યા વગર કાંઈ કહેવું, એ સમજદારીની વાત નથી