View Hymn (Bhajan)
Hymn No. 1869 | Date: 17-Nov-19961996-11-171996-11-17સંભાળ્યા સંભળાતા નથી, કાબૂમાં આવતા નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sambhalya-sambhalata-nathi-kabumam-avata-nathiસંભાળ્યા સંભળાતા નથી, કાબૂમાં આવતા નથી
જાગ્યા છે ભાવ હૈયે રે એવા પ્રભુ કે, જે શાંત થાતા નથી
જાગ્યા છે ભાવ હૈયે તો અમારા, છે સાચા કે ખોટા એ સમજાતા નથી
કરું તો શું કરું જતન હું એનો, એ મને સમજાતું નથી
ચાહું છું સ્થિરતા તારામાં પ્રભુ, એ હું પામી શકતો નથી
ભાવોના ઉછાળા ઊછળે છે હૈયે એવા કે, એ મને હલાવ્યા વિના રહેતા નથી
પળેપળે બદલાતા મારા રે ભાવો, મને શાંતિ આપતા નથી
જાગે છે એવા રે ભાવો કે, મંઝિલની નજદીક જાવા દેતા નથી
ના આપું આવકાર તોય મારી પાસે, આવ્યા વિના રહેતા નથી
આવે છે એવી રીતે એ તો કે, મારી ઇજ્જતની રાહ જોતા નથી
સંભાળ્યા સંભળાતા નથી, કાબૂમાં આવતા નથી