View Hymn (Bhajan)
Hymn No. 1873 | Date: 23-Nov-19961996-11-231996-11-23પ્રભુ તારી યાદમાં રહેવાને બદલે, અન્ય યાદોમાં દિલ મારું ખેંચાઈ જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tari-yadamam-rahevane-badale-anya-yadomam-dila-marum-khenchai-jayaપ્રભુ તારી યાદમાં રહેવાને બદલે, અન્ય યાદોમાં દિલ મારું ખેંચાઈ જાય છે
કરવું છે જે કાર્ય પૂરું એ કાર્ય, અધૂરું ને અધૂરું તો રહી જાય છે
કરું છું કોશિશ તારા દીદાર કાજે, ત્યાં અન્ય નજારા વચમાં આવી જાય છે
કરું કેવી રીતે યાદ તને કે, અન્ય યાદો તો તને ઘેરતી ને ઘેરતી જાય છે
દિલમાં છે એક લગન તારા નામની, આવવું છે તારી પાસે, પણ ના અવાય છે
માયાની ચીકણી જમીન પર પગ મારું તો, સરકતા ને સરકતા જાય છે
અન્ય વ્યાધિ ઉપાધિથી તો, મન મારું સદા ઘેરાય છે
મનને લગાડું પ્રભુ તારામાં કઈ રીતે, એ તો મને ના સમજાય છે
બદલાતા સંજોગોના રંગ સાથે, જ્યાં ઢંગ મારા તો બદલાતા જાય છે
પામું સ્થિરતા ત્યાં પ્રભુ તારામાં, કઈ રીતે ને કેમ એ ના સમજાય છે
પ્રભુ તારી યાદમાં રહેવાને બદલે, અન્ય યાદોમાં દિલ મારું ખેંચાઈ જાય છે