View Hymn (Bhajan)
Hymn No. 4418 | Date: 07-Sep-20142014-09-072014-09-07ક્યાં સુધી ચાલશે તારાં આવાં રે વર્તન ને આવાં રે નર્તનSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kyam-sudhi-chalashe-taram-avam-re-vartana-ne-avam-re-nartanaક્યાં સુધી ચાલશે તારાં આવાં રે વર્તન ને આવાં રે નર્તન
કર વિચાર જીવનમાં તું તો આ જરા, ક્યાં સુધી ચાલશે ...
કર્તવ્યની કેડી ચૂકી, ઢોંગ પોષવા કર્યાં તે લાખ જતન
સાચી સમજ અપનાવ્યા વિના, ક્યાંથી બદલશે વર્તન,
સંયમ તપ ત્યાગ વિના સ્થિર, ના થાશે તારું રે મન
ચૂકી જાશે મોકો તો વેડફાઈ જાશે, તને મળેલું રે તન,
લક્ષમાં રાખીને મંઝિલ, કર એને પામવાનું રે જતન
શુદ્ધ મન ને હૃદય હશે જો તારાં, પ્રભુનાં નિત્ય થાશે એનાં દર્શન,
અશુદ્ધતા તારી તને રોકશે, સુધારવા પડશે તારે તારાં વર્તન
ભમતો ને ભમતો રહેશે તો ક્યાંથી થાશે, પૂર્ણતા સારો તારું સંગમ
ક્યાં સુધી ચાલશે તારાં આવાં રે વર્તન ને આવાં રે નર્તન