View Hymn (Bhajan)
Hymn No. 4419 | Date: 07-Sep-20142014-09-072014-09-07પ્યારભરી એક વાત છે, દર્દની શરૂઆત છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pyarabhari-eka-vata-chhe-dardani-sharuata-chheપ્યારભરી એક વાત છે, દર્દની શરૂઆત છે
એ દર્દ એવું જેની દિલને જાણે, જન્મોની પ્યાસ છે
બેચેનીમાં ચેન, બેકરારીમાં કરાર, પ્યારની શરૂઆત છે
દિલની મહેફિલ તારી, મદહોશીભરી યાદ છે
આંખોની આંખોમાં થાતી, આ તે કેવી અજબ વાત છે
ના થાય વાત એક પણ, તોય ના છૂપું કોઈ રાઝ છે
મહેફિલની મસ્તીમાં વધતી ભીડ, અરમાનોની બારાત છે
ઘા લાગ્યા એણે જાણ્યા, આ તો કેવી મીઠી પીડા છે
ઇનાયત તારી, મારા મને અપનાવી આ જંજીર છે
પ્યારભરી એક વાત છે, દર્દની શરૂઆત છે