View Hymn (Bhajan)
Hymn No. 4417 | Date: 07-Sep-20142014-09-072014-09-07વિકારોમાં અમે રમીએ ને માયામાં અમે ભમીએSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vikaromam-ame-ramie-ne-mayamam-ame-bhamieવિકારોમાં અમે રમીએ ને માયામાં અમે ભમીએ
કરવાનું તો કાંઈ નહીં, ના કરવાનું બધું કરીએ,
થાય મન ધાર્યું તો જીવનમાં, બે પગ જમીન ઉપર ચાલીએ
ના થાય જ્યારે કાંઈ, દોષનું ટોપલું તને અર્પણ કરીએ,
જાણીએ કમીઓ અમારી તોય, ગુણગાન અમે ખુદનાં કરીએ
આચરણમાં કહીને ચૂક્યો, ઉપદેશ અન્યને ખૂબ આપીએ,
નફા-નુકસાનના સરવાળા સાથે, આખા જગને આંકીએ
પ્રભુ યાદ કરવાથી તને, થાય કામ અમારાં, તો યાદ તને કરીએ,
પ્રેમભર્યો પોકાર ભૂલી, સદા ફરિયાદ અમે તને કરીએ
આવી અવસ્થામાં તને પામીએ, તો કેમ કરી પામીએ.
વિકારોમાં અમે રમીએ ને માયામાં અમે ભમીએ