View Hymn (Bhajan)
Hymn No. 1705 | Date: 23-Aug-19961996-08-231996-08-23ક્યાંથી આવીને ક્યાં ગયા ના સમજાયું, એ પણ અમને તો હલાવી ગયાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kyanthi-avine-kyam-gaya-na-samajayum-e-pana-amane-to-halavi-gayaક્યાંથી આવીને ક્યાં ગયા ના સમજાયું, એ પણ અમને તો હલાવી ગયા
અમારા રે વિચારો ને અમારા ભાવો, અમને તો હરાવી રે ગયા
ઈર્ષા અહંકાર જગાવી અમારામાં, અમને તો એ ભરમાવી રે ગયા
ચાલતા હતા જે રાહ પર અમે, એ રાહથી દૂર અમને લઈ રે ગયા
આવ્યા એટલા વેગમાં કે એ અમને, પોતાની સંગ ખેંચી રે ગયા
ના રહી શક્યા સ્થિર અમે, અમારી સ્થિરતાને એ હલાવી રે ગયા
વિશાળતા ને વ્યાપકતાને બદલે, સંકુચિતતા આપી રે ગયા
છુપાયા હતા જે અમારી અંદર, આમને-સામને આજ આવી રે ગયા
છીએ અમે કેવા ને કેવા નહીં, છે એ ક્યાં ને ક્યાં નહીં જાણ એની આપી ગયા
ધ્યેયથી દૂર ને ચિંતા ઉપાધિની પાસે, અમને એ લઈ રે ગયા
ક્યાંથી આવીને ક્યાં ગયા ના સમજાયું, એ પણ અમને તો હલાવી ગયા