મથુરાના વાસી કાના ગોકુળિયામાં આવોને, વાલા ગોકુળિયામાં આવોને
ના જોઈએ અમને કાંઈ બીજું, તમારું મુખડું અમને બતાવી જાઓને, ગોકુળિયા …
બંસુરીના મીઠા મીઠા સૂર તમે ફરી એક વાર આવીને છેડોને વાલા,ગોકુળિયા …
પ્રેમ ને પ્યારનો વરસાદ વરસાવી જાઓને, ગોકુળિયામાં આવોને કાના …
હૈયામાં અમારા રે વાલા, તમારા પ્યારની મીઠાશને ભરી જાઓને
પ્યારના તો પ્યાસા છો તમે બી શામળિયા, અમને આટલું ના તડપાઓને, ગોકુળિયા …
તમારા પ્યારભર્યા મીઠા વરસાદથી, અમને બી ભીંજવી જાઓને, ગોકુળિયા …
ભૂલી ગયા છીએ અમે પ્રભુ અમારી ઓળખાણ, અમને આપી જાઓને
રહે છે ને રહ્યા છો તમે તો સદા ગોકુળિયામાં, તો પછી તમે ક્યાં છો છુપાણા રે
- સંત શ્રી અલ્પા મા
mathurānā vāsī kānā gōkuliyāmāṁ āvōnē, vālā gōkuliyāmāṁ āvōnē
nā jōīē amanē kāṁī bījuṁ, tamāruṁ mukhaḍuṁ amanē batāvī jāōnē, gōkuliyā …
baṁsurīnā mīṭhā mīṭhā sūra tamē pharī ēka vāra āvīnē chēḍōnē vālā,gōkuliyā …
prēma nē pyāranō varasāda varasāvī jāōnē, gōkuliyāmāṁ āvōnē kānā …
haiyāmāṁ amārā rē vālā, tamārā pyāranī mīṭhāśanē bharī jāōnē
pyāranā tō pyāsā chō tamē bī śāmaliyā, amanē āṭaluṁ nā taḍapāōnē, gōkuliyā …
tamārā pyārabharyā mīṭhā varasādathī, amanē bī bhīṁjavī jāōnē, gōkuliyā …
bhūlī gayā chīē amē prabhu amārī ōlakhāṇa, amanē āpī jāōnē
rahē chē nē rahyā chō tamē tō sadā gōkuliyāmāṁ, tō pachī tamē kyāṁ chō chupāṇā rē
Explanation in English
|
|
The one staying in Mathura, Krishna come to Gokul, Oh beloved come to Gokul.
We do not need anything else, just show your face to us; come to Gokul.
The melodious tunes from your flute, just play them one more time; come to Gokul.
Please shower the rain of love and affection; Oh Krishna come to Gokul.
Fill our hearts with the sweetness of your love; come to Gokul.
With your sweet love filled rain, please also drench us; come to Gokul.
We have forgotten our identity Oh God, give us our identity.
You are staying and are always present in Gokul, then where are you hiding; come to Gokul.
|