View Hymn (Bhajan)
Hymn No. 1097 | Date: 17-Dec-19941994-12-171994-12-17શ્વાસોમાં તું જોશ ભરીલે, કાર્યમાં તું હોશ ભરી લેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shvasomam-tum-josha-bharile-karyamam-tum-hosha-bhari-leશ્વાસોમાં તું જોશ ભરીલે, કાર્યમાં તું હોશ ભરી લે
અણગમાં બધા નીકળી જાશે, જીવન તારું ત્યારે તને ગમશે ……..
શ્વાસોમાંથી નબળાઈ જીવનમાં જ્યારે, તારા રે દૂર થાશે, જીવન ત્યારે ….
નિરાશાની ખાઈથી નિર્ભય ત્યારે તું બની જાશે, જીવન ત્યારે ……..
જીવનમાં જ્યારે દુઃખ દર્દને સદા તું ભૂલી જાશે
જીવનમાં હરહાલમાં ખૂશ રહેતા તું શીખી જાશે, જીવન ત્યારે તારું ……..
પ્રભુની ભક્તિ ને પ્રભુના ભાવમાં, હૈયું તારું ભીંજાતુ રહેશે
ત્યારે આનંદના સૂર એમાંથી ઉઠતા ને ઉઠતા રહેશે, જીવનમાં
માયાને ભૂલીને પ્રભુમાં સ્થિર જ્યારે તું થાશે
જીવન તારું ત્યારે પ્રભુને ગમશે, જીવન સાર્થક ત્યારે તારું થાશે
શ્વાસોમાં તું જોશ ભરીલે, કાર્યમાં તું હોશ ભરી લે