View Hymn (Bhajan)
Hymn No. 1827 | Date: 19-Oct-19961996-10-191996-10-19લઈશ મારા વાલાનું નામ પ્રેમથી, ત્યાં શક્તિ આવ્યા વિના નહીં રહેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=laisha-mara-valanum-nama-premathi-tyam-shakti-avya-vina-nahim-raheલઈશ મારા વાલાનું નામ પ્રેમથી, ત્યાં શક્તિ આવ્યા વિના નહીં રહે
લઈશ પ્રભુનું નામ સાચા દિલથી, ત્યાં ભક્તિ આવ્યા વિના નહીં રહે
લઈશ નામ પ્રભુનું તું બધું ભૂલીને, ત્યાં તું શાંતિ પામ્યા વિના નહીં રહે
છે મારા પ્રભુના નામમાં એવો રે જાદુ, કે તું આશ્ચર્ય પામ્યા વિના નહીં રહે
લઈશ જ્યાં એનું એક વાર નામ ત્યાં, મૂંઝવણ તારી પાસે ઊભી નહીં રહે
નામ લેતાં જ એનું તારાં સઘળાં કાર્ય, પૂર્ણતા પર પહોંચ્યા વિના નહીં રહે
છે એના નામમાં એટલી શક્તિ, તો મળી જાય એના દીદાર, તો ના કાંઈ બાકી રહે
ધન્ય થઈ જાય જીવન એનું, જીવનની સાચી મંઝિલ પામ્યા વિના એ ના રહે
છે હકીકત એવી કે જેની ખબર, તને અજમાવ્યા વિના નહીં પડે
અજમાવીશ જો તું એને સાચી રીતે, તો તું બી ખુદા બન્યા વિના નહીં રહે
લઈશ મારા વાલાનું નામ પ્રેમથી, ત્યાં શક્તિ આવ્યા વિના નહીં રહે