View Hymn (Bhajan)
Hymn No. 1828 | Date: 19-Oct-19961996-10-191996-10-19આ રહસ્યમય સૃષ્ટિનાં કેટલાં રહસ્ય તું ઉકેલી શકવાનો છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=a-rahasyamaya-srishtinam-ketalam-rahasya-tum-ukeli-shakavano-chheઆ રહસ્યમય સૃષ્ટિનાં કેટલાં રહસ્ય તું ઉકેલી શકવાનો છે
હરએક વાત છે અહીં તો રહસ્યમય, તું કેટલી વાત જાણવાની કોશિશ કરવાનો છે
જ્યાં તને એ ખબર નથી કે સમય તને, સાથ ક્યાં સુધી આપવાનો છે
છે રહસ્ય આ બી એક મોટું જેનાથી પણ તું અજાણ છે
તો છોડ હવે બધાં રહસ્ય ઉકેલવાનાં, તારી આદત તને બદલવી પડવાની છે
તને ઉકેલવું જ છે તો ઉકેલી નાખ રહસ્ય તારા જીવનનું તું, જે તને ઉકેલવાનું છે
આ જીવનનું રહસ્ય છે એવું કે, તને સમજાવા છતાં ના એ સમજાયું છે
ઉકેલી નાખીશ આ એક રહસ્ય તું તો, બધાં રહસ્ય આપોઆપ ઊકલી જવાનાં છે
નહીં તો ઊકલેલાં રહસ્ય તારાં બધાં, ના કાંઈ તને કામ આવવાનાં છે
પણ ઉકેલાઈ જાશે તારા જીવનનું રહસ્ય, ત્યાં અન્ય કોઈ રહસ્ય ના રહેવાનું છે
આ રહસ્યમય સૃષ્ટિનાં કેટલાં રહસ્ય તું ઉકેલી શકવાનો છે