View Hymn (Bhajan)
Hymn No. 1826 | Date: 19-Oct-19961996-10-191996-10-19અન્યની હાલત સાથે મારી હાલતની, સરખામણી કરવા જયાં હું જાઉં છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=anyani-halata-sathe-mari-halatani-sarakhamani-karava-jayam-hum-jaum-chhumઅન્યની હાલત સાથે મારી હાલતની, સરખામણી કરવા જયાં હું જાઉં છું
થાય છે ત્યાં શું ? કે ક્યારે હું દુઃખી થઈ જાઉં છું, તો ક્યારે અહમથી ફુલાઈ જાઉં છું
ખુદ પર નજર રાખવાને બદલે, અન્ય પર નજર રાખતો થઈ જાઉં છું
સમયનો સદુપયોગ કરવાને બદલે, દુરુપયોગ હું કરતો જાઉં છું
બની ગયો છે આ તો ક્રમ મારો જીવનમાં, બસ આ ને આ જ કરતો જાઉં છું
ક્યારે અજાણપણે તો ક્યારે જાણીને, આજ રાહ પર આગળ વધતો જાઉં છું
દુઃખી, લાચાર ને મજબૂર ખુદને ગણી, દુઃખડા રોતો હું તો જાઉં છું
જોઈને અન્યની સુખસાહ્યબી, ઈર્ષાને હૈયે જગાવતો હું જાઉં છું
આ જ આળ પ્રપંચમાં પ્રભુ તારું સ્મરણ, હું તો ચૂકતો જાઉં છું
કમજોર ઇરાદાને કમજોર પ્રયત્ન પર, પ્રભુ ગર્વ હું તો કરતો જાઉં છું
અન્યની હાલત પરથી મારી હાલતનો, અંદાજો હું કરતો જાઉં છું
અન્યની હાલત સાથે મારી હાલતની, સરખામણી કરવા જયાં હું જાઉં છું