View Hymn (Bhajan)
Hymn No. 4412 | Date: 06-Sep-20142014-09-062014-09-06'મા' હાલ મારા બૂરા છે, ‘મા’ હાલ મારા બૂરા છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ma-hala-mara-bura-chhe-ma-hala-mara-bura-chhe'મા' હાલ મારા બૂરા છે, ‘મા’ હાલ મારા બૂરા છે,
ભૂલથી પણ ના પૂછતી હાલ મારા, ‘મા’ હાલ મારા બૂરા છે,
દિલ તારું હલાવે એવા છે, તને દર્દ પહોંચાડે એવા છે,
આળસ ઊંઘાડે મને, અહંકાર નચાવે મને,
ઈર્ષા સતાવે ને વિકાર તરછોડે મને, 'મા' હાલ મારા બૂરા છે,
જાણ છે તને બધું માતા, ના તું મારા હાલથી અજાણ છે,
ના છુપાડવા છે મને તારાથી કોઈ હાલ મારા, ના તને દુઃખ પહોંચાડવું છે,
બહાર તું જ કાઢી શકે આવા હાલમાંથી, એનાથી ના અજાણ છીએ
'મા' હાલ મારા બૂરા છે, ‘મા’ હાલ મારા બૂરા છે