View Hymn (Bhajan)
Hymn No. 4413 | Date: 06-Sep-20142014-09-062014-09-06તારા ને મારા મિલનની વચ્ચે, આવે જે કાંઈ માતાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-ne-mara-milanani-vachche-ave-je-kami-mataતારા ને મારા મિલનની વચ્ચે, આવે જે કાંઈ માતા,
એ બધું નકામું છે, એ બધું નકામું છે .....
પછી હોય એ સુખ કે સગવડ, હોય એ ધન કે દોલત, એ બધું.....
હોય જ્ઞાન કે અજ્ઞાન, એ હોય સમજ કે નાસમજ માતા, એ બધું ...
જે તાર કરે તારાથી દૂર, એ તાર બધા તોડવાના છે,
જે રાગ જગાવે અંતરમાં અનેક રાગ, એનો આલાપ નકામો છે,
જે અંતર ના મિટાવે અંતર તારું ને મારું, એવું અંતર નકામું છે,
સમૃદ્ધિઓ ને સિદ્ધિઓ મળાવી ના શકે તને, તો એ બધું નકામું છે,
પામી પામી પામ્યા બધું, ના પામ્યા જો તને, તો એ બધું નકામું છે
કર દયા, કર એક તારામાં, તારી કૃપા વિના સાર્થક ના કાંઈ થવાનું છે
એક તારા વિના નથી કાંઈ પામવા જેવું, પામ્યા જ્યાં તને ત્યાં બાકી શું રહેવાનું છે
તારા ને મારા મિલનની વચ્ચે, આવે જે કાંઈ માતા