View Hymn (Bhajan)
Hymn No. 4394 | Date: 22-Mar-20032003-03-222003-03-22મા ના કરવાના વિચારમાં સમય બરબાદ કરતો જાઉં છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ma-na-karavana-vicharamam-samaya-barabada-karato-jaum-chhumમા ના કરવાના વિચારમાં સમય બરબાદ કરતો જાઉં છું
કરતો આવ્યો છું આજ સુધી, એજ કરતો ને કરતો જાઉં છું
ના સમજી મા કર્યું ભલે બધું, સમજ્યાં છતા પણ એજ કરતો જાઉં છું
છોડી નથી શક્તો પોતાની ઈચ્છાને એમાં ને એમાં ભમતો જાઉં છું
વિશ્વાસની વાત શું કરું વધારે તને બાંધતો ને બાંધતો જાઉં છું
સારા નરસાની ના પડે ખબર તો ય ડહાપણ એમાં ડોળતો જાઉં છું
ખુદની ઈચ્છા આગળ બેબસ ને બેબસ હું તો બનતો ને બનતો જાઉં છું
લાચારીઓનો જન્મદાતા બની એની પાછળ રડતો ને રડતો જાઉં છું
સુધરવાની તો ખાલી વાત છે વધારે ને વધારે બગડતો જાઉં છું
ચાહું છું પ્રભુ તને પામવા પણ રસ્તા પર ચાલવાનું ભૂલી હું જાઉં છું
મા ના કરવાના વિચારમાં સમય બરબાદ કરતો જાઉં છું