View Hymn (Bhajan)
Hymn No. 4395 | Date: 19-Jun-20042004-06-192004-06-19પુરુષાર્થના પગદંડીએ ચાલ્યા વગર જીવનમાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=purusharthana-pagadandie-chalya-vagara-jivanamamપુરુષાર્થના પગદંડીએ ચાલ્યા વગર જીવનમાં,
સફળતાના શિખરો ના મળે.
થાય છે દુઃખી શાને જીવનમાં તું તારા,
આ વાતને તું શાને ભૂલે છે.
કેમ ને ક્યારે ના ફૂંકાતા પવન જ્યારે અટકે છે,
લક્ષભેદન તરફ એકાગ્રતા ત્યારે થાય છે.
સુખ દુઃખની ભાવનાઓ જ્યારે ભૂલી જવાય છે,
સાચી રાહના પુરાવા તો મળી જાય છે.
સિદ્ધી ને સામર્થ્ય જીવનમાં તો હરકોઈ ચાહે છે,
ભૂલ કરવાનું પામવા માટે જ રાહમાં ઊભા રહી જાય છે,
આશા, અપેક્ષાના પ્રવાહમાં તણાતા તણાતા એ જાય છે,
ફળે તો કેમ ફળે ભાગ્ય, એને જ પુરુષાર્થનું ખાતર નાખવાનું ભૂલી જાય છે.
પુરુષાર્થના પગદંડીએ ચાલ્યા વગર જીવનમાં