View Hymn (Bhajan)
Hymn No. 4888 | Date: 11-Oct-20202020-10-112020-10-11ના તૂટે એવું ધરવું તારું ધ્યાનSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-tute-evum-dharavum-tarum-dhyanaના તૂટે એવું ધરવું તારું ધ્યાન
રહે તું ને તું દિલમાં, ના રહેવું બેધ્યાન છે
જગત ચાલે છે તારા વડે, આખા જગતની તું જાન છે
પ્રભુ વધારો દિલમાં કયાં તમારાં આહ્વાન છે
આવી વસો હવે અમારામાં, ભૂલ્યા સઘળું ભાન છે
તમારી ને તમારી છબિ ને તમારો પ્યાર, અમારી પહેચાન છે
કર્યાં સહન બહુ અમે દુઃખદર્દ, દર્દે સતાવ્યા અમને સરેઆમ છે
ભૂલી ગયા અમે કે આખરે, બનીને આવ્યા મહેમાન છે
આવી વસો હૃદયમાં અમારા પ્રભુ હવે, કે તું જ અમારું સાનભાન છે
તું ને તું જ પ્રભુ અમારી હવે, જાન છે પહેચાન છે
ના તૂટે એવું ધરવું તારું ધ્યાન