View Hymn (Bhajan)
Hymn No. 3243 | Date: 14-Feb-19991999-02-141999-02-14માલામાલ થઈ ગયું જીવનમાં હૈયું મારું, માલામાલ થઈ ગયુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=malamala-thai-gayum-jivanamam-haiyum-marum-malamala-thai-gayumમાલામાલ થઈ ગયું જીવનમાં હૈયું મારું, માલામાલ થઈ ગયું
પ્રભુ નામનું અમૃત જીવનમાં જ્યાં એને મળ્યું, હૈયું મારું માલામાલ થઈ ગયું
નજરને મળી જ્યાં પ્રેમભરી નજર તો મારી, હૈયું એમાં માલામાલ થઈ ગયું
સત્કાર્યના બે મીઠા શબ્દો પાળ્યા, કર્ણ ઉપર હૈયું મારું એમાં માલામાલ થઈ ગયું
પ્રગતિના બે વિચાર સ્ફૂર્યા જ્યાં મનમાં, હૈયું મારું એમાં માલામાલ થઈ ગયું
પ્રેમભર્યો હાથ ફર્યો જ્યાં માથા પર, હૈયું મારું એમાં માલામાલ થઈ ગયું
મળ્યા આશિષ તારા હૃદયના પ્રભુ જ્યાં, હૈયું મારું એમાં માલામાલ થઈ ગયું
સાંભળીને તારી પુકાર, તારામાં ખોવાઈ ગયું જ્યાં, હૈયું મારું એમાં માલામાલ થઈ ગયું
ડગલે ને પગલે મનમાં સ્મરણ તારું રહ્યું, કે હૈયું મારું એમાં માલામાલ થઈ ગયું
તારો ભક્તિરસ મળ્યો ચાખવા મારા દિલને, કે હૈયું મારું એમાં માલામાલ થઈ ગયું
માલામાલ થઈ ગયું જીવનમાં હૈયું મારું, માલામાલ થઈ ગયું