View Hymn (Bhajan)
Hymn No. 3244 | Date: 14-Feb-19991999-02-141999-02-14પ્યાર જે ગોતવા નિકળ્યો, એ મક્સદ તો પ્યારનો ભૂલી ગયોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pyara-je-gotava-nikalyo-e-maksada-to-pyarano-bhuli-gayoપ્યાર જે ગોતવા નિકળ્યો, એ મક્સદ તો પ્યારનો ભૂલી ગયો
સલામત મટી એ બીનસલામત બની ગયો
ભટકવું ના હતું જીવનમાં પણ, આખર તો એ ભટકી ગયો
આપવાને બદલે લેવમાં જ્યાં એ મસ્ત બની ગયો
ખૂટતી હતી જ્યાં પ્યારની અમાનત હૈયેથી, ત્યાં બીનસલામત બનતો ગયો
તલાશ ને તલાશમાં, જીવનમાં સાચી તલાશ એ ભૂલી ગયો
આપવાની ભાવના ભૂલી, લેવાની ભાવનામાં એ ભટકી ગયો
ભૂલી સત્યને ખોટી ભ્રમણાઓમાં, એ ભમતો ગયો
પ્યાર કરવાને બદલે પ્યાર ગોતવા, જ્યાં એ નિકળી પડયો
સલામતીની ચાહમાં, બીનસલામત બની ગયો
પ્યાર જે ગોતવા નિકળ્યો, એ મક્સદ તો પ્યારનો ભૂલી ગયો