જીવનની હર કમીને પ્યાર પૂરી કરી શકે, પ્યાર હર કમીને દૂર કરી શકે
પણ પ્યારની કમીને તો પ્યાર જ પૂરી શકે, ના અન્ય કોઈ એને પૂરી શકે
લાગી હોય ભૂખ ત્યારે અન્ન જોઈએ, ધનદોલતના ઢગલા ના કામ આવી શકે
દર્દમાં જોઈએ જો રાહત તો, દવા વિના ના એ મળી શકે
જીવનના ફૂલને તો છે પ્યારની જરૂરત, એના વિના પૂર્ણપણે ના ખીલી શકે
બદલી શકે છે પ્યારની વ્યાખ્યાઓ, પણ પ્યારની અનુભૂતિના બદલી શકે
પ્યાર તો છે અનુભવવાની મોજ, એમાં ખોટને દિલ સ્વીકાર ના કરી શકે
કોઈ લાખ છુપાવે કે ઠુકરાવે પણ, દિલની વાત દિલ જાણ્યા વિના ના રહી શકે
જાગે સાચી તડપ જેના દિલમાં પામે એ જ, બાકી પૂર્ણ પ્યાર ના કોઈ પામી શકે
પામે જે જીવનમાં પૂર્ણ પ્રેમને, જીવનમાં એના કોઈ કમી ના રહી શકે
- સંત શ્રી અલ્પા મા
jīvananī hara kamīnē pyāra pūrī karī śakē, pyāra hara kamīnē dūra karī śakē
paṇa pyāranī kamīnē tō pyāra ja pūrī śakē, nā anya kōī ēnē pūrī śakē
lāgī hōya bhūkha tyārē anna jōīē, dhanadōlatanā ḍhagalā nā kāma āvī śakē
dardamāṁ jōīē jō rāhata tō, davā vinā nā ē malī śakē
jīvananā phūlanē tō chē pyāranī jarūrata, ēnā vinā pūrṇapaṇē nā khīlī śakē
badalī śakē chē pyāranī vyākhyāō, paṇa pyāranī anubhūtinā badalī śakē
pyāra tō chē anubhavavānī mōja, ēmāṁ khōṭanē dila svīkāra nā karī śakē
kōī lākha chupāvē kē ṭhukarāvē paṇa, dilanī vāta dila jāṇyā vinā nā rahī śakē
jāgē sācī taḍapa jēnā dilamāṁ pāmē ē ja, bākī pūrṇa pyāra nā kōī pāmī śakē
pāmē jē jīvanamāṁ pūrṇa prēmanē, jīvanamāṁ ēnā kōī kamī nā rahī śakē
Explanation in English
|
|
All the deficiencies in life can be completed by love, love can abolish every deficiency.
But only love can complete the lack of love, nothing else can complete it.
When one is hungry, then one needs food, tons of riches will be of no use.
If one wants relief from pain, then without medicine it is not possible.
The flower of life needs love, without that it cannot completely bloom.
The definitions of love can change, but the experience of love cannot change.
Love is the joy to be felt, the heart cannot accept any incompleteness in love.
No matter how much one will hide or turn down love, but heart will always know the feelings from the heart.
When the true aspiration arises in the heart, only he will achieve, no one else can get complete love.
The one who gets complete love in life, his life can never be incomplete.
|