View Hymn (Bhajan)
Hymn No. 1830 | Date: 19-Oct-19961996-10-191996-10-19પ્રભુ તું છે મારી મંઝિલ, હું મારી મંઝિલ પામવા ચાહું છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tum-chhe-mari-manjila-hum-mari-manjila-pamava-chahum-chhumપ્રભુ તું છે મારી મંઝિલ, હું મારી મંઝિલ પામવા ચાહું છું
જોયા બહું રંગ આ દુનિયાના, ના વધારે જોવા માગું છું
જાણી લીધી છે આ દુનિયાને, એથી પ્રભુ તારી પાસ આવવા ચાહું છું
મારા ઘાયલ દિલ પર પ્રભુ, તારા પ્યારનો મલમ લગાવવા ચાહું છું
સમજી ચૂક્યો છું પૂર્ણપણે પ્રભુ તારી માયાને, ના હવે એમાં રહેવા માગું છું
જાગ્યો છે દિલમાં પ્રભુ પ્રેમ તારા કાજે, તને પ્રેમ કરવા દિલમાં ચાહું છું
હર હાલમાં હરક્ષણમાં પ્રભુ, તારા સાથને હું ચાહું છું
સંભાળ્યું બહુ ખુદને, હવે ખુદને તને સોપવા હું ચાહું છું
સંજોગો હોય કેવા બી પ્રભુ ,તારા પ્યારમાં ડૂબ્યો રહેવા ચાહું છું
નથી જાવું બીજે ક્યાંય પ્રભુ, તારી પાસે આવવા ચાહું છું
પ્રભુ તું છે મારી મંઝિલ, હું મારી મંઝિલ પામવા ચાહું છું