View Hymn (Bhajan)
Hymn No. 252 | Date: 25-Jul-19931993-07-251993-07-25મન મારું, મારું મારું કરતો જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mana-marum-marum-marum-karato-jayaમન મારું, મારું મારું કરતો જાય,
મને તારાથી દૂર એ કરતો જાય,
મારામારાની માયામાં અટવાતો જાય,
મને તારાથી દૂર એ કરતો જાય,
કરાવી ખોટા વિચારો મને હવાલી જાય,
મને તારાથી દૂર એ કરતો જાય,
દુઃખદર્દની યાદ અપાવતો જાય,
મને તારાથી દૂર એ કરતો જાય,
ક્યારેક હસાવતો તો ક્યારેક રડાવતો જાય,
મને તારાથી દૂર એ કરતો જાય,
મૂર્ખાઈભર્યા કાર્ય કરાવતો જાય,
મને તરાથી દૂર એ કરતો જાય,
તારા ચરણથી દૂર એ ભાગતો જાય
મને રણમાં એ રખડાવતો જાય,
મને તારાથી દૂર એ કરતો જાય
મન મારું, મારું મારું કરતો જાય