View Hymn (Bhajan)
Hymn No. 253 | Date: 25-Jul-19931993-07-251993-07-25મૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો, હું મૂંઝાતી ને મૂંઝાતી જાઉંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=munjati-ne-munjati-jaum-jivanamam-to-hum-munjati-ne-munjati-jaumમૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો, હું મૂંઝાતી ને મૂંઝાતી જાઉં,
ના કરી શકું કોઈ કાર્ય હું તો, મૂંઝાતી ને મૂંઝાતી જાઉં,
હોય જાણ બધી, પણ સૂઝે ના કાંઈ એમાં,
ચિત્ત વગરના કાર્યમાં, હું તો મૂંઝાતી જાઉં,
ના ચોટે ચિત્ત મારું તો કાર્યમાં,
બેચેન બેચેન બની જાઉં,
કરી ના શકું મનને સ્થિર, અસ્થિર હું રહેતી જાઉં, મૂંઝાતી ને મૂંઝાતી …
હિંમત હોય જીવનમાં કાર્ય કરવાની
પણ તૂટતી ને તૂટતી જાઉં જીવનમાં,
હું તો મૂંઝાતી ને મૂંઝાતી જાઉં,
મૂંઝવણ છોડવાને બદલે, એમાને એમાં બંધાતી જાઉં,
મૂંઝાતી જાઉં હુંતો મૂંઝાતી જાઉં
મૂંઝાતી ને મૂંઝાતી જાઉં જીવનમાં તો, હું મૂંઝાતી ને મૂંઝાતી જાઉં