View Hymn (Bhajan)
Hymn No. 282 | Date: 04-Aug-19931993-08-041993-08-04તારું નામ લઉં કે તને યાદ કરુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tarum-nama-laum-ke-tane-yada-karumતારું નામ લઉં કે તને યાદ કરું,
તારાં દર્શન તોય ના કરી શકું, તારાં દર્શન …..
વિશ્વાસ એમાં ના હું તો ભરી શકું, કરું પૂજા કે પૂજન તારાં,
તારા દીદાર તોય ના કરી શકું, વિશ્વાસ એમાં ના હું તો ભરી શકું,
તારા જપ કરું રે, ચાહે તપ કરું, તને તોય ના હું પામી શકું, વિશ્વાસ …..
તારી સંગ પ્રેમ કરું યા પ્રીત કરું, તારા પ્રેમને ના હું પહેચાની શકું,
વિશ્વાસ એમાં ના હું તો ભરી શકું …..
તને મીત બનાવું કે ગીત ગાઉં, ના જીત એમાં હું તો પાઉં
વિશ્વાસ એમાં ના હું તો ભરી શકું
સજુ સોળ શણગાર, કે રમું રાસ, તારી બાંસુરી ના સાંભળી શકું
વિશ્વાસ એમાં ના હું તો ભરી શકું,
તારી ગોપી બનું કે ગોવાલણ બનું, તારા દિલમાં તોય ના વસી શકું,
વિશ્વાસ એમાં ના હું તો ભરી શકું
ઉદાર બનીને સેવા કરું, પણ એમાં તને તો ના હું નિરખી શકું,
વિશ્વાસ એમા ના હું તો ભરી શકું
તારું નામ લઉં કે તને યાદ કરું