View Hymn (Bhajan)
Hymn No. 2924 | Date: 26-Oct-19981998-10-261998-10-26મનના થનગનતા ઘોડલાને સ્થિરતા કોઈ આપી શકે, તો એ પ્રભુ તારો પ્યાર છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=manana-thanaganata-ghodalane-sthirata-koi-api-shake-to-e-prabhu-taro-pyaraમનના થનગનતા ઘોડલાને સ્થિરતા કોઈ આપી શકે, તો એ પ્રભુ તારો પ્યાર છે
ચમત્કારોમાં પણ ચમત્કાર સર્જાયો ત્યારે, જ્યારે તારા પ્યારમાં મન મારો બેકરાર છે
પળમાં બધું આપી શકે પ્રભુ, એવો તારો પ્યારભર્યો ઇકરારા છે
અસ્થિર મારા મન ને સ્થિરતા બક્ષનારો કોઈ બીજો નહીં, એ પ્રભુ તારો પ્યાર છે
ભટકતા મારા મન ને ઝુમાવનારો તો પ્રભુ, તારો ને તારો પ્યાર છે
ચમત્કારોમાં પણ મોટો ચમત્કાર સર્જિ શકે, તો કોઈ બીજો નહીં તારો પ્યાર છે
ક્ષણ એક બીજે ના રહે સ્થિર, સ્થિર એને પૂર્ણપણે કરી શકે છે
પ્રભુ તારો પ્યાર તો આ જગમાં બધું કરી શકે છે, જે ચાહે તે મેળવી શકે છે
પૈગામ છે આજ તારો કે પ્યાર છે, મંત્ર જગનો, પ્યારથી બધું પમાય છે
વેરઝેરની જરૂરત નથી જીવનમાં, કે જેનાથી ખાલી બધું ખોવાય છે
મનના થનગનતા ઘોડલાને સ્થિરતા કોઈ આપી શકે, તો એ પ્રભુ તારો પ્યાર છે