View Hymn (Bhajan)
Hymn No. 1882 | Date: 25-Nov-19961996-11-251996-11-25મને હર હાલમાં સહેલાવતો, પ્યારથી સંભાળતો, એ તો મારો પ્યાર છે…Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mane-hara-halamam-sahelavato-pyarathi-sambhalato-e-to-maro-pyara-chheમને હર હાલમાં સહેલાવતો, પ્યારથી સંભાળતો, એ તો મારો પ્યાર છે…
મને જીવનની હરએક મુસીબતમાંથી ઉગારતો, એ તો મારો પ્યાર છે
જીવનના હર મોડ પર મને સાચી સૂઝ આપી સમજાવતો, એ તો મારો …
મારા કદમ કદમ પર મંઝિલની દૂરી મિટાવતો, એ તો મારો પ્યાર છે
જીવનનાં દુઃખદર્દ ને મિટાવી મને હસાવતો ને રમાડતો, એ તો મારો…
મારા દિલની હર વાતને જાણતો ને સમજતો, એ તો મારો પ્યાર છે
જીવનની હરએક વાસ્તવિકતાનાં દર્શન કરાવતો, એ તો મારો પ્યાર છે
વિશુધ્દ જ્ઞાન આપી મારો અજ્ઞાનરૂપી અંધકાર હરતો, એ તો મારો પ્યાર છે
મારા અવગુણોને ગુણોમાં બદલતો, એ તો મારો પ્યાર છે
મને મસ્તી ને મદહોશીના જામ પીવડાવતો, એ તો મારો પ્યાર છે
મને હર હાલમાં સહેલાવતો, પ્યારથી સંભાળતો, એ તો મારો પ્યાર છે…