View Hymn (Bhajan)
Hymn No. 1877 | Date: 24-Nov-19961996-11-241996-11-24મનના મેળાપે જીવનમાં હરએક ફાસલો મિટાવ્યો છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=manana-melape-jivanamam-haraeka-phasalo-mitavyo-chheમનના મેળાપે જીવનમાં હરએક ફાસલો મિટાવ્યો છે
મળ્યા જ્યાં મનના મેળ ત્યાં અલગતા ના સતાવે છે
હજારો કોશ દૂરીનો અહેસાસ બી નજદીકતામાં પળટાવે છે
રંગરૂપ જાતપાતના બધા ભેદ એ તો ભુલાવે છે
છે મનના રે ખેલ એવા જે બધાને તો રમાડે છે
પામવું હોય કાંઈ જીવનમાં, મનના સાથ વગર ના પમાય છે
આપે સાથ મન જો, તો કાર્ય સફળતાને તો વરે છે
મળે જ્યાં મનના મેળ, ત્યાં દિલના ભેદ બધા તો ખૂલે છે
મનના મેળ જીવનમાં એકતાની અખંડ જ્યોત જલાવે છે
મન લાગે જો મંઝિલમાં તો મંઝિલના દૂર રહે છે
મનના મેળાપે જીવનમાં હરએક ફાસલો મિટાવ્યો છે