View Hymn (Bhajan)
Hymn No. 1929 | Date: 27-Dec-19961996-12-271996-12-27મારા અણમોલ ખજાનાને, ચોરી શકે એવો તો કોઈ ચોર નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mara-anamola-khajanane-chori-shake-evo-to-koi-chora-nathiમારા અણમોલ ખજાનાને, ચોરી શકે એવો તો કોઈ ચોર નથી
ચોર્યું છે જેણે મારું ચિત્ત, એ ચિત્તચોરને કોઈ શોધી શકતું નથી
જાય છે જે કોઈ એને શોધવા, એ તો પાછા ફરતા નથી
શોધું તો શોધું કેમ હું એને કે એનો કોઈ પતો મારી પાસે નથી
પળમાં અહીં પળમાં બીજે ભટકું ઘણું, પણ મને એ મળતો નથી
કરું છું ઘણા યત્નો પ્રયત્નો એને શોધવા, એ હાથ આવતો નથી
આવે છે જ્યારેજ્યારે નજરની સામે, ત્યારે મને કાંઈ યાદ આવતું નથી
કરવી ફરિયાદ એને તો કરવી કેમ, જ્યાં દિલ મારો સાથ મને દેતું નથી
આવે છે જ્યાં યાદ એની, ત્યાં ખુદની પહેચાન રહેતી નથી
છુપાયા જ્યાં એ પાછો ત્યાં આવે, બધું યાદ જે કહેવાતું નથી
મારા અણમોલ ખજાનાને, ચોરી શકે એવો તો કોઈ ચોર નથી