View Hymn (Bhajan)
Hymn No. 1928 | Date: 27-Dec-19961996-12-271996-12-27વગાડ આજ તું બાંસુરી કાનુડા, મને તારી પ્રેમધૂન સાંભળવી છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vagada-aja-tum-bansuri-kanuda-mane-tari-premadhuna-sambhalavi-chheવગાડ આજ તું બાંસુરી કાનુડા, મને તારી પ્રેમધૂન સાંભળવી છે
ના કરતો ઇન્કાર તું આજ, એક પ્યારભરી તને વિનંતી છે
જાગી છે ઇચ્છા આજ હૈયે કે, તારી બાંસુરીના સૂર સાંભળવા છે
ભૂલી જાઉં જેની ધૂનમાં જગત ભાનને ભૂલી જાઉં ખુદને એવી તમન્ના છે
નથી બીજી કોઈ આશ મારા વાલા તારી પાસે, બસ એક જ આશ છે
છેડ તારી બાંસુરી એવી રે કાના કે મને અનંતની યાત્રા કરવી છે
આવવું છે તારી પાસે કાના, મને તો તારામાં સમાવવું છે
તારા સૂરેસૂરે પામું નજદીકતા હું તારી, તારા સંગીતમાં મને ખોવાવું છે
નથી રાધા હું તારી કાન, પણ તે તો બધાને તારી બાંસુરી સંભળાવી છે
સંભળાવી દે આજ તું તારી બાંસુરી કે દિલમાં તો આજે પ્યાસ જાગી છે
વગાડ આજ તું બાંસુરી કાનુડા, મને તારી પ્રેમધૂન સાંભળવી છે