View Hymn (Bhajan)
Hymn No. 1234 | Date: 24-Apr-19951995-04-241995-04-24મારા ભાવો ની ઓટને ભરતી પર, પ્રભુ તું કાબૂ રાખજેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mara-bhavo-ni-otane-bharati-para-prabhu-tum-kabu-rakhajeમારા ભાવો ની ઓટને ભરતી પર, પ્રભુ તું કાબૂ રાખજે
ના કરે કદી એ કિનારો પાર, ધ્યાન એતો તું સદા રાખજે
ના ખેંચી જાય મને મઝધારમાં, મારો હાથ સદા તું ઝાલજે
ભાવોની ભરતી ને ઓટમાં રહી શકું સ્થિર, સદા પ્રભુ તું મને રાખજે
ના ખેચાઈ જાઉં કદી હું તો એમાં, તું મને સદા બચાવજે
તારી પ્રીત ને તારા પ્રેમની દોરથી મજબૂત બંધન તું મારા દિલ પર બાંધજે
મારા દિલની એ નાવનો તો નાવિક બની તું એને હાંકજે
અગર ચાહે કોઈ બીજો કે ચાહું હું, તોય હાથ લગાડવા ના આપજે
માલિક બનીને માલિકપણું તારું તું તો બજાવજે …
મારા દિલને સદા તું, તારા દિલની અંદર રાખજે …
મારા ભાવો ની ઓટને ભરતી પર, પ્રભુ તું કાબૂ રાખજે