View Hymn (Bhajan)
Hymn No. 1128 | Date: 07-Jan-19951995-01-071995-01-07મારા પગ પર મારા હાથે કુહાડી મારતો હું જાઉં છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mara-paga-para-mara-hathe-kuhadi-marato-hum-jaum-chhumમારા પગ પર મારા હાથે કુહાડી મારતો હું જાઉં છું
ખુદ જ ખુદ પર કરી વાર, ખુદને ઘાયલ કરતો જાઉં છું
ખુદ જ દુઃખદર્દને આમંત્રણ ને આમંત્રણ આપતો જાઉં છું
સુખને ઠોકર મારતો ને મારતો હું તો જાઉં છું
અગ્નિકુંડ રચીને એમાં ને એમાં, જલતો ને જલતો જાઉં છું
છે જીવન શું, છે જિંદગી શું, એ ભાન હું ભૂલતો જાઉં છું
માયાના રંગમા ગાંડોતૂર બનીને, નાચતો હું જાઉં છું
જખમને રૂઝવવાના ભ્રમમાં, ઘા ગહેરા બનાવતો જાઉં છું
ભૂલીને દર્દની દવા કરવાનું, દર્દને આશ્રય આપતો જાઉં છું
પ્રભુ તારું સ્મરણ ભૂલીને, જિંદગીને વ્યર્થ વહાવતો ને વેડફતો જાઉં છું
મારા પગ પર મારા હાથે કુહાડી મારતો હું જાઉં છું