View Hymn (Bhajan)
Hymn No. 3253 | Date: 17-Feb-19991999-02-171999-02-17મારાપણામાંથી જે જાગ્યા ભાવો, એ તો બધા ભૂંસાઈ ગયાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=marapanamanthi-je-jagya-bhavo-e-to-badha-bhunsai-gayaમારાપણામાંથી જે જાગ્યા ભાવો, એ તો બધા ભૂંસાઈ ગયા,
તારી કૃપાથી જે પામ્યા ભાવો, એ તો અખંડ રહી ગયા,
લખાઈ ગયા એ તો દિલો પર, ના એને કોઈ ભૂંસી શક્યા,
હું હું ના નાદ જગાવ્યા સહુએ, પણ એ તો ભૂંસાઈ ગયા,
ના કર્યા કોઈએ રાવણના વચનોને યાદ જીવનમાં,
ગીતાનું અમૃત તો આજ પણ સહુ પીતા રહ્યાં,
પરમ જ્ઞાન ને પરમ ભાન તો, સદા એવા ને એવા રહ્યાં,
ના ભૂલ્યા એ ભુલાયા, ના કોઈ એને ભૂંસી શક્યા,
અહંકારના નાદમાં જે ખોવાયા, જીવનમાં એ ભૂંસાઈ ગયા,
અમર અસ્તિત્વના તત્ત્વ રહ્યાં અમર, ના એને કોઈ ભૂંસી શક્યા.
મારાપણામાંથી જે જાગ્યા ભાવો, એ તો બધા ભૂંસાઈ ગયા