View Hymn (Bhajan)
Hymn No. 3252 | Date: 17-Feb-19991999-02-171999-02-17રાહે રાહે જ્યાં રાહ બદલાઈ, અરે રાહોમાં આપણી રાહ દેખાઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=rahe-rahe-jyam-raha-badalai-are-rahomam-apani-raha-dekhaiરાહે રાહે જ્યાં રાહ બદલાઈ, અરે રાહોમાં આપણી રાહ દેખાઈ,
ત્યારે પરમ ગુરુની કૃપા સમજાઈ,
અંધકાર ફેલાયો હતો ચારે ઓર, રાહ એમાં ના દેખાઈ,
તોય ચાલ્યા અમે સાચી રાહે કે, ત્યારે પરમ ગુરુની કૃપા સમજાઈ,
અજાણ્યા ને અંજાન હતા રાહથી અમે, ના હતી ત્યાં કોઈ પડછાઈ,
અદૃશ્યપણે હાથ પકડી અમારો, તે સાચી રાહ અમને દેખાડી,
ભટક્યાં નહીં અમે અન્ય રાહે, કે સાચી રાહ પર રહી અમારી સવારી,
વધતા ગયા અમે આગળ ને આગળ, કેમ ના એ રીત સમજાઈ,
મંજિલની તલાશ હતી, જે મંજિલ નજર સામે દેખાણી,
કહેવું શું આને બીજું કે, અમને પરમગુરુની કૃપા સમજાઈ.
રાહે રાહે જ્યાં રાહ બદલાઈ, અરે રાહોમાં આપણી રાહ દેખાઈ