View Hymn (Bhajan)
Hymn No. 1200 | Date: 08-Mar-19951995-03-081995-03-08મારે છે તું તીર એવા રે પ્રભુ, જેનો ના અમને અંદાજ છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mare-chhe-tum-tira-eva-re-prabhu-jeno-na-amane-andaja-chheમારે છે તું તીર એવા રે પ્રભુ, જેનો ના અમને અંદાજ છે
પ્રભુ તું કેવો તીરંદાજ છે, તું કેવો તીરંદાજ છે
મારે તીર તું ક્યારે કેમ ને કેવી રીતે, એ ના અમને સમજાય છે
આવશે કઈ દીશામાંથી, એ કાંઈ પણ ના કહેવાય છે
છે તીર તારા એવા અનોખા, જે ના દેખાય છે
અંદાજ તારો તીરંદાજીનો લાજવાબ છે, પ્રભુ તું ….
હર એક તીરમાં તારા છુપાયા જીવનના પૈગામ છે
તોય રહી સદા અમને, તારા તીરની ફરિયાદ છે
છૂટે છે જ્યાં પ્રેમના તીર, તારા ધનુષ્યમાંથી રે પ્રભુ
સુખનો અનુભવ એ તો આપી જાય છે, તારા મસ્તાના અંદાજનો
મારે છે તું તીર એવા રે પ્રભુ, જેનો ના અમને અંદાજ છે