View Hymn (Bhajan)
Hymn No. 1199 | Date: 07-Mar-19951995-03-071995-03-07હોય છે ભરોસો તારો પૂરો રે પ્રભુ, તોય ક્યારેક આવું થાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hoya-chhe-bharoso-taro-puro-re-prabhu-toya-kyareka-avum-thaya-chheહોય છે ભરોસો તારો પૂરો રે પ્રભુ, તોય ક્યારેક આવું થાય છે
ક્યારેક અજ્ઞાનતામાં તો ક્યારેક ભાવવશ અવિશ્વાસ ભરી વાતો થઈ જાય છે
ખુદને બચાવવાની તમન્નામાં, દોષ બધો તને આપી દેવાય છે
છે વાત આ તો એવી પ્રભુ, જેનો સ્વીકાર જલદી ના થાય છે
કરે કોઈ વાત આવી કે નહીં, પણ હકીકતમાં દર્શન એના થાય છે
બલીનો બકરો તને બનાવી દેવાય છે, આવું તો ….
ક્યારેક દાંભિકતામાં પણ આશરો તારો લેવાય છે
કરી વાત તારા સથવારની, પણ સહારો તારો લેતા મન ખચકાય છે
ક્યારેક ડરથી તો ક્યારેક અહંકારથી, ના કરવાનું થઈ જાય છે
આવતા પરિણામ સામે, એ વાતનો પસ્તાવો રહી જાય છે
હોય છે ભરોસો તારો પૂરો રે પ્રભુ, તોય ક્યારેક આવું થાય છે