View Hymn (Bhajan)
Hymn No. 3264 | Date: 26-Feb-19991999-02-261999-02-26સ્વભાવમાં સ્થિર નથી, આ ભવમાં પણ સ્થિર નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=svabhavamam-sthira-nathi-a-bhavamam-pana-sthira-nathiસ્વભાવમાં સ્થિર નથી, આ ભવમાં પણ સ્થિર નથી
તો પરભવમાં સ્થિર ક્યાંથી રહેવાના
નિકળ્યા છીએ અમે પણ ખબર નથી, અમે ક્યાં પહોંચવાના
પ્રભુ કરીએ છીએ વાદા મિલનના, પણ ખબર નથી કે ક્યારેક મળવાના
ઠેકાણા વગરના અમે, ભટક્યા વિના નથી રહેવાના
સ્થિરતા ના જાળવી શકીએ તો, તું જ કે શું કરવાના
પ્યાર જગાવ્યો છે તે દિલમાં ના એનાથી અજાણ રહેવાના
પણ એકી સાથે અનેક ઇચ્છાઓ, પાછળ અમે ખેંચાવાના
અમારી અસ્થિરતાનો પુરાવો, હાલ અમારે તને આપવાનો
ખબર નથી કે આખર અમે શું કરવાના
સ્વભાવમાં સ્થિર નથી, આ ભવમાં પણ સ્થિર નથી