View Hymn (Bhajan)
Hymn No. 244 | Date: 23-Jul-19931993-07-231993-07-23મેળવવું હશે માન સન્માન તો જીવનમાં, કરજે તું કરજે તું આટલું બસSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=melavavum-hashe-mana-sanmana-to-jivanamam-karaje-tum-karaje-tum-atalumમેળવવું હશે માન સન્માન તો જીવનમાં, કરજે તું કરજે તું આટલું બસ
કરશે જો આટલું જીવનમાં, વધશે તારું માન સન્માન
કરવું છે તારે હાથ, નહીં આપી શકે તને એમાં સાથ
મેળવવું હશે જો માન-સન્માન, રાખજે તારી જબાન પર લગામ
પામવો હશે જો પ્રેમ કોઈનો, તો જીવનમાં નમ્ર બનીને,
રાખજે તારી જબાન પર લગામ,
વસે છે જે દિલમાં તો તું, એ દિલ પર ના શબ્દોના તીર ના મારજે,
ઘાયલ બની જઈશ એમાં તું ને તું
ગુમાવીશ સ્થાન તારું તું તો જ્યાં,
રડતી રહી જાશે આંખ તારી ને તારી,
ભરવું હશે હાસ્ય તને તારી આંખમાં,
તો કરવું પડશે આટલું બસ,
ના રડાવજે અન્ય આંખને તો જીવનમાં,
હસતી રહેશે તારી આંખ તો સદાય
મેળવવું હશે માન સન્માન તો જીવનમાં, કરજે તું કરજે તું આટલું બસ