View Hymn (Bhajan)
Hymn No. 243 | Date: 23-Jul-19931993-07-231993-07-23ખુલતા દ્વાર કિરણ એક પ્રકાશનું આવ્યું અંદરSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khulata-dvara-kirana-eka-prakashanum-avyum-andaraખુલતા દ્વાર કિરણ એક પ્રકાશનું આવ્યું અંદર
ને લાગ્યું કે તમે આવી ગયા
ઘેરાયો જ્યાં સૂર્ય વાદળોથી, પડયો પડછાયો ને
લાગ્યું કે તમે આવી ગયા
હવાના એક ઝોકાએ દસ્તક દીધા દરવાજા પર,
ને લાગ્યું કે તમે આવી ગયા
કલબલ કરતા પક્ષીઓ ઊડયા જ્યાં એક સાથ
ને લાગ્યું કે તમે આવી ગયા
આવતા-જતા લોકોની સાંભળી પગની આહટ
ને લાગ્યું કે તમે આવી ગયા
ફેલાઈ ગઈ જ્યાં સુગંધ તમારી આસપાસ
ને લાગ્યું કે તમે આવી ગયા,
કરતા ઇંતઝાર ઘેરાઈ ગઈ આંખ મારી તો જ્યાં
આવ્યું સપનું ને લાગ્યું કે તમે આવી ગયા
ખુલતા દ્વાર કિરણ એક પ્રકાશનું આવ્યું અંદર